Online Choice Based Credit Course

Online Choice Based Credit Course ભરવા અંગે અગત્યની સૂચનાઓ

નિયમો

  • પ્રવેશાર્થીએ રજીસ્ટ્રેશન માટે રૂ.૧૦૦/- ઓનલાઈન ભરી E-pin મેળવવાનો રહેશે.
  • યુનિવર્સિટીની માહિતી માર્ગદર્શન-પુસ્તિકામાં દર્શાવેલ સામાન્ય નિયમો, જે-તે અભ્યાસક્રમને લગતા ધોરણો અને ફી પરત મેળવવાના કિસ્સામાં દર્શાવેલ નિયમો પ્રવેશાર્થીને લાગુ પડશે.
  • પ્રવેશાર્થી વધુમાં વધુ ૩૨ ક્રેડિટના પાઠ્યક્રમોમાં એક વર્ષ દરમિયાન પ્રવેશ લઈ શકશે.
  • જે-તે પાઠ્યક્રમમાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ યુનિવર્સિટીના નિયત સ્વાધ્યાયકાર્યો પરીક્ષા આપતા પહેલા લખીને જમા કરાવવાના રહેશે.

Steps for Online Choice Based Credit Course.

  • Step-1 : પ્રવેશાર્થીએ રજીસ્ટ્રેશન માટે રૂ.૧૦૦/- ઓનલાઈન ભરી E-pin મેળવવાનો રહેશે.
  • Step-2 : Online Admission માટે પ્રવેશાર્થીએ ‘Registration’ ૫ર ક્લીક કરવાનું રહેશે.
  • Step-3 : રજીસ્ટ્રેશન કર્યા બાદ આપેલ મેનુમાં ‘Sign-In’ ૫ર ક્લીક કરી યુઝર નેઇમ અને પાસવર્ડ આ૫વાનો રહેશે.
  • Step-4 : પ્રવેશાર્થીએ ‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે. Payment Gateway થી (Debit Card/Credit Card/Net Banking) વિકલ્પ થી ફી ભરવાની રેહશે.
  • Step-5 : પ્રવેશાર્થીએ નીચે મુજબના ઓરીજીનલ ડોક્યુમેન્ટ સ્કેન કરવાના રહેશે.

    સ્કેન કરવાના ડોક્યુમેન્ટની વિગત

    1. પ્રવેશાર્થીનો ફોટો (પાસપોર્ટ સાઇઝ)
    2. પ્રવેશાર્થીની સહી
    3. શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર (L.C.)
    4. માર્કશીટ (કોર્સની લાયકાત મુજબની)
    5. કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST, Free-ship Card ધરાવનાર માટે)
    6. ફીની રીસીપ્ટ પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ઉ૫રોક્ત ડોક્યુમેન્ટ (ફોટો, સહી, માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે.
  • Step-6 :ડોક્યુમેન્ટ અ૫લોડ કર્યા બાદ પ્રવેશાર્થીને સ્ક્રીન ૫ર પોતાના ભરેલ ફોર્મની વિગત જોવા મળશે. જો તેમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ ‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે તેમજ જો ક્ષતિ ન જણાય તો ‘Final Admission Submission’ ૫ર ક્લીક કરવાનું રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું e-Admission Form PDFમાં જનરેટ થશે. જેને પ્રિન્ટ કરી પ્રવેશાર્થીએ નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

    સ્ટડી સેન્ટર ૫ર જમા કરવાના ડોક્યુમેન્ટની વિગત

    1. e-Admission Form
    2. શાળા છોડ્યાનું પ્રમાણ૫ત્ર (L.C.)
    3. માર્કશીટ (કોર્સની લાયકાત મુજબની)
    4. કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST, Free-ship Card ધરાવનાર માટે)
    5. ફીની રીસીપ્ટ